મોરબીમાં એક માસના બાળકનું મોત : બીમારી સબબ મહિલાનું મૃત્યુ હળવદના ચરાડવા ગામે ઓફિસ અને મોરબીમાં ઘરમાં જુગારની રેડ: કુલ 17 શખ્સો 1.78 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાં ઘરમાંથી 20.14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ માળીયા (મી)ના ખાખરેચી ગામે શાક બનાવવાની પતિએ ના પડતાં ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના લાલપર પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને કૃષ્ણનગર ગામે બેભાન થઈ ગયેલ આધેડ મહિલાનું મોત ટંકારાના સજનપર ગામે એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે નજીવી વાતમાં મારા મારી: હવે સામસામે ફરિયાદ હળવદ પાણીની ખાલી બોટલ સ્કૂટરમાં અથડાવવાનો ખાર રાખીને યુવાન ઉપર પાઇપ વડે હુમલો વાંકાનેરના ભીમગુડા ગામે ખાણમાં કામ જોવા ગયેલા કોન્ટ્રાક્ટર યુવાન સહિત બે વ્યક્તિ ઉપર હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહર્ષિ વાલ્મીકિ જયંતીની ઉજવણી કરાઇ


SHARE







મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહર્ષિ વાલ્મીકિ જયંતીની ઉજવણી કરાઇ

હિન્દૂ ધર્મના પવિત્ર અને ઇમાનના તાજ સમાન રામાયણના રચિયતા આદિકવિ મહર્ષિ વાલ્મીકિજીની જન્મજયંતીની તેમના નામ સાથે જોડાણ ધરાવતા વાલ્મિકી સમાજનું આત્મ સન્માન અને સ્વાભિમાન જળવાઈ રહે તે રીતે ઉજવણી કરીને મોરબીના ઇન્ડિયા ગ્રુપ દ્વારા સર્વ સમાજને એકતા અને સમાનતાનો બોધપાઠ આપ્યો છે. આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપે વાલ્મીકિ સમાજના ઉત્થાન માટે વિશેષ કાર્યો કરી સ્વચ્છતાના સૈનિકો સમાજ અને શહેરને સ્વચ્છ રાખતા હોય એટલે એમના ગંદકી દૂર કરવાના કાર્યથી તેમની ગરિમા અને સ્વાભિમાનને ક્યારેય ઉની આંચ ન આવે તે રીતે દરેકને તેમની સાથે વર્તન કરીને મનમાંથી જાતિવાદી માનસિકતાના પૂર્વગ્રહને ભો માં ભંડારી તેમના અધિકારોનું રક્ષણ કરવા દરેકને સંકલ્પ લઈને આત્મસાત કરવાનો મેસેજ આપ્યો છે.

વાલ્મિકી જયંતિ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વાલ્મીકિ સમાજનાં બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરી મનપસંદ નાસ્તા સહિત સ્વાદિષ્ટ ભોજન કરાવવામાં આવ્યું હતું. શહેરની સ્વચ્છતામાં અમૂલ્ય યોગદાન આપતા સફાઈ કર્મયોગીઓનું વિશેષ સન્માન કરાયું હતું. વિવિધ સમાજના લોકોએ એક જ પંગતમાં બેસીને સહભોજન કરી સમાનતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. જરૂરિયાતમંદ પરિવારોને આવશ્યક સહાય, યુવાનોને વ્યસનમુક્તિની પ્રેરણા તથા મહર્ષિ વાલ્મીકિજીના જીવનચરિત્ર અને રામાયણના આદર્શો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉજવણીને કાયમી સામાજિક પરિવર્તન સાથે જોડતાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ૨૧ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શિક્ષણની જવાબદારી લેવાનો મહત્વપૂર્ણ સંકલ્પ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સમાજના આગેવાનો અને સેવાભાવી યુવાનોના સહયોગથી મહિલા સશક્તિકરણ, રોજગાર, સ્વરોજગાર અને શૈક્ષણિક ઉત્થાન માટે વર્ષભર રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક અને માર્ગદર્શક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, જે સમાજને ગંદકી ગમતી નથી એટલે સમાજ અને શહેરમાંથી ગંદકી દૂર કરી શહેરની સાથે પોતે પણ સદાય સ્વચ્છ રહે છે અને ખાસ તો મહર્ષિ વાલ્મિકી સાથે એમનું જોડાણ હોય એટલે સમગ્ર સમાજમાં એમનું વિશષ્ઠ સ્થાન હોવું જોઈએ. આ સ્વચ્છતાના સૈનિકો દયા ભાવ નહિ પણ આત્મ સન્માનભેર જીવન જીવવા ઈચ્છે છે. આથી દરેક માણસને સદગુણ અને બૌદ્ધિક ક્ષમતાના આધારે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરાઇ એ માટેનો અમારો હમેશા પ્રયાસ રહે છે. આ સમાજની પ્રગતિ ઉત્સવોની ભવ્યતાથી નહીં, પરંતુ બાળકોના શિક્ષણ, મહિલાઓના સ્વાભિમાન અને જરૂરિયાતમંદોના ઉત્થાનથી માપવામાં આવે છે. એક દિવસ સાથે ભોજન કરવું એ સમરસતાની શરૂઆત છે, પરંતુ આખું વર્ષ એકબીજાની સાથે ઊભા રહેવું એ સાચી માનવતા છે. કોઈને એક દિવસ ભોજન કરાવવું એ સેવા છે, પરંતુ કોઈ બાળકને શિક્ષિત બનાવી તેના સમગ્ર જીવનમાં ઉજાસ પાથરવો એ સમાજ પ્રત્યેની સાચી જવાબદારી છે. આપણે જયંતીઓ માત્ર ઉજવવાને બદલે સામાજિક પરિવર્તનનું માધ્યમ બનાવવી જોઈએ. શોભાયાત્રાની ભવ્યતા સાથે શિક્ષણનો પ્રકાશ પણ ફેલાવીએ અને દરેક કર્મયોગીને સન્માનપૂર્ણ જીવન મળે તે માટે પ્રયત્નશીલ રહીએ. એક દિવસના ઉત્સવને ૩૬૫ દિવસની સેવામાં પરિવર્તિત કરવો એ જ મહર્ષિ વાલ્મીકિજીને સાચી વંદના છે.”




Latest News